કામરેજના ફાર્મહાઉસમાં દારૂની મહેફીલ પર LCBનો દરોડો: ૯ નબીરા ઝડપાયા, ₹૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત: એપલપુલ વિલા ફાર્મહાઉસમાં છાપો; વિદેશી દારૂ, કાર અને સોફા-ટેબલ સહિત ₹૨૭.૧૩ લાખનો મુદ્દામાલ કબજે

by Bansari Bhavsar

સુરત ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને LCB PI એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય LCB તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

​કામરેજ તાલુકાના હલધરૂ ગામની હદમાં આવેલા ‘એપલપુલ વિલા’ ફાર્મહાઉસ (નં. ૩૬) ખાતે વિદેશી દારૂની મહેફીલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી દારૂની મજા માણી રહેલા ૯ નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

​ઝડપાયેલા આરોપીઓ:

૧. રાહુલ સંતોષભાઈ રાઠોડ (ઉં.વ. ૨૮, અંત્રોલી)

૨. અમરશી ભાંગાભાઈ વસાવા (ઉં.વ. ૪૨, અંત્રોલી)

૩. નીવ મનસુખભાઈ ડોબરીયા (ઉં.વ. ૧૮, વરેલી)

૪. મયુર પ્રકાશભાઈ રાઠોડ (ઉં.વ. ૩૧, મોટા વરાછા)

૫. અરવિંદ ઈશ્વરભાઇ રાઠોડ (ઉં.વ. ૩૪, મોટા વરાછા)

૬. અજય શંકરભાઇ રાઠોડ (ઉં.વ. ૨૯, વરેલી)

૭. ફ્રીડમ કમલેશભાઇ ચૌહાણ (ઉં.વ. ૨૭, અંત્રોલી)

૮. દેવ દીપકભાઈ પટેલ (ઉં.વ. ૨૦, ઉભેળ)

૯. અમિત ઈશ્વરભાઇ વાસફોડીયા (ઉં.વ. ૧૮, અંત્રોલી)

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અંત્રોલીના રોહિત વાસફોડીયા અને ઇશ્વર વાસફોડીયાએ આ મહેફીલનું આયોજન કર્યું હતું અને દારૂ-ખાણીપીણીની વ્યવસ્થા કરી હતી. હાલ આ આયોજકો સહિત કુલ ૧૦ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.

​જપ્ત કરાયેલો મુદ્દામાલ:

​સ્કોર્પિયો, હ્યુન્ડાઇ, સ્વિફ્ટ અને ફ્રોન્સ સહિત ૪ ફોરવ્હીલ કાર (કિંમત ₹૨૫ લાખ)

​૧૧ મોબાઈલ ફોન (કિંમત ₹૧.૮૦ લાખ)

​વિદેશી દારૂ અને બીયરની બોટલો

​સોફા, ટેબલ, ખુરશીઓ તથા રોકડ રકમ

​કુલ જપ્ત મુદ્દામાલ: ₹૨૭,૧૩,૫૦૬/-

​પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts