અમદાવાદ: ઓગણજ સર્કલ પાસેથી ₹૫.૦૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ક્રેટા ગાડી સહિત ₹૯.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાથવા માટે પોલીસ કમિશનરની સૂચના અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૧, ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૧ ટીમે સફળ કામગીરી પાર પાડી છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

​ઓગણજ સર્કલ પાસેથી ઝડપાઈ કાર

LCB ઝોન-૧ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાની સૂચનાથી પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ કર્મચારી મયુરધ્વજસિંહ, આકાશભાઈ તથા રાકેશકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે સોલા, ઓગણજ સર્કલ પાસેથી એક હ્યુન્ડાઇ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગાડી રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કાચની તથા પ્લાસ્ટિકની બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.

​મુદ્દામાલની વિગત:

​વિદેશી દારૂ અને બીયર ટીન: ૨૭૬૨ નંગ (કિંમત ₹૫,૦૫,૮૧૦/-)

​હ્યુન્ડાઇ ક્રેટા ગાડી: ૧ નંગ (કિંમત ₹૪,૫૦,૦૦૦/-)

​મોબાઇલ ફોન: ૨ નંગ (કિંમત ₹૬,૦૦૦/-)

​કુલ જપ્ત મુદ્દામાલ: ₹૯,૬૧,૮૧૦/-

​પકડાયેલ આરોપી અને વોન્ટેડની યાદી

પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર વજા હકરાભાઇ નિનેમા (ઉં.વ. ૧૯, રહે. જુવારવા, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન) નામના ડ્રાઇવરની અટકાયત કરી છે.

​જ્યારે આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર રાજેન્દ્ર, ઝાઝરી બોર્ડરથી દારૂ ભરેલી કાર ચલાવી લાવનાર અશોક (બંને રહે. રાજસ્થાન) અને બાવળા ખાતે દારૂનો આ જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

​આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ તથા BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી LCB ઝોન-૧ ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts