ગાંધીનગર અને અમદાવાદ ANTFનું સંયુક્ત ઓપરેશન: મહેસાણાથી ૨૦૪.૮૬ ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ ઓપરેટર ઝડપાયા

by Bansari Bhavsar

​મહેસાણા:

ગુજરાતને નશા મુક્ત કરવા માટે રાજ્ય પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ અભિયાન અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ઝોનની ANTF ટીમને મોટી સફળતા સાંપડી છે. ચોક્કસ બાતમીના આધારે મહેસાણા રેલવે સ્ટેશન સામે દરોડો પાડીને પોલીસે ૨૦૪.૮૬ ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી રાજસ્થાન પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ बजाવતો હોવાનું ખુલતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

​આરોપીઓની ઓળખ અને પૃષ્ઠભૂમિ

​પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓની નીચે મુજબની વિગતો સામે આવી છે:

​ભીખારામ દિપારામ સિયાલ (બિશ્નોઈ): મૂળ રાજસ્થાનનો વતની છે અને તે રાજસ્થાન પોલીસની મંડોર ટ્રેનિંગ સ્કૂલમાં કમાન્ડો તરીકે કાર્યરત છે.

​સુરજસિંગ પુરોહિત: મૂળ પાલી (રાજસ્થાન) નો વતની છે અને હાલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહીને ટ્રાવેલ્સનો વ્યવસાય ચલાવે છે.

​જોધપુરથી મહેસાણા સુધીનું ડ્રગ્સ નેટવર્ક

​ANTF ની તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા પ્રકાશ ઢાકા નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. સુરજસિંગ પુરોહિત પોતાની હ્યુન્ડાઈ ઓરા (Aura) કાર લઈને ડ્રગ્સનો જથ્થો રિસીવ કરવા માટે મહેસાણા આવ્યો હતો. જોકે, ટાસ્ક ફોર્સની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ મહેસાણા રેલવે સ્ટેશન નજીકથી બંને આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.

​કુલ મુદ્દામાલ અને જપ્તીની વિગતો

​ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

Related Posts