અમદાવાદ: કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધીના વિસ્તારમાં તંત્રની મોટી કાર્યવાહી, ૩૦ દુકાનો સીલ કરાઈ

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના મધ્ય ઝોનમાં આવેલા કાલુપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધીના વિસ્તારમાં આવેલી કુલ ૩૦ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.

​તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ખાડીયા અને દરિયાપુર વોર્ડ હેઠળ આવતા કાલુપુર રોડ પરની આ દુકાનો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

​સીલ કરવામાં આવેલી દુકાનો અને વિસ્તારોની યાદી:

​ખાડીયા વોર્ડ હેઠળની દુકાનો:

​ન્યુ ભગવતી સ્ટોર્સ (મિતેશ ભુપતભાઈ મોદી)

​અંબિકા સ્ટોર્સ

​ભૂપેન્દ્રભાઈ મોદી

​કમલેશભાઈ

​બોમ્બે સ્ટોર્સ

​કોહિનૂર સ્ટોર્સ

​અવિનાશ ટ્રેડર્સ

​ફિઝા સિઝનેબલ સ્ટોર્સ

​બોમ્બે સ્ટોર્સની બાજુમાં

​શ્રીજી સીઝનેબલ સ્ટોર્સ

​શ્રી બાલાજી ટ્રેડર્સ

​શ્રી બાલાજી ટ્રેડર્સની બાજુમાં

​મનોહર સ્ટોર્સ

​શ્રીજી ટ્રેડર્સ

​ઝેડ કે સીઝનલ સ્ટોર્સ

​મોનુ ટ્રેડર્સ કંપની

​વિશાલ રાખી (સીઝનલ)

​દિનેશભાઈ બારી

​ન્યુ દર્પણ રાખી એન્ડ સીઝનેલ સ્ટોર્સ

​સીટીઝન સ્ટોર્સની બાજુમાં

​રોયલ ટ્રી ટ્રેડર્સની બાજુમાં

​સરિતા ટોયઝની બાજુમાં

​ફિઝા સીઝનેબલ સ્ટોર્સની બાજુમાં

​દરિયાપુર વોર્ડ હેઠળની દુકાનો:

24. બાબુ પાન અને રોયલ સ્વીટ્સની વચ્ચે

25. શૈલેષભાઇ પતંગવાળા

26. બોમ્બે સ્ટોર્સની બાજુમાં, બનારસી મસ્જીદની બાજુમાં

27. બોમ્બે સ્ટોર્સ, બનારસી મસ્જીદની બાજુમાં

28. ન્યુ સોની રાખી

29. લકી આઇસક્રીમ અને બનારસી મસ્જીદની બાજુમાં

30. બાબજી ટ્રેડર્સ

​મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર વચ્ચેના આ મુખ્ય માર્ગ પરથી સીલ કરવાની આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં ભારે અફરાતફરી અને ખળભળાટ મચી ગયો છે.

Related Posts