વિરમગામ:
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે દારૂના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ વિરમગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી માનસી મીણા અને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ.ગઢવીએ એક ખાસ ટીમની રચના કરી હતી.
પોલીસ ટીમે બાતમી અને કવાયતના આધારે તપાસ હાથ ધરીને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર ૧૧૧૯૨૦૬૧૨૬૦૩૩૩/૨૦૨૬ (પ્રોહીબિશન એક્ટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧) ના ગુનામાં સંડોવાયેલા આરોપી કિશન મોહનભાઇ માળીને ઝડપી પાડ્યો છે.
આરોપીની વિગત:
આરોપીનું નામ: કિશન મોહનભાઇ માળી
મૂળ રહેવાસી: દાંતીવાડા, સરદાર કૃષિનગર, તા. દાંતીવાડા, જી. બનાસકાંઠા
હાલ રહેવાસી: નવી અટાલ ગામ, તા. દાંતીવાડા, જી. બનાસકાંઠા
પોલીસ ટીમે આરોપીના ઘરે દરોડો પાડી તપાસ કરતા તે હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની સ્થળ પર જ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગઢવી, અ.હે.કોન્સ. રાજુભાઇ મફાભાઇ (બ.નં. ૧૩૭૭), આ.પો.કો. જયદિપસિંહ જવાનસિંહ (બ.નં. ૩૪૪), આ.પો.કો. વિરસંગજી પ્રભુજી (બ.નં. ૨૧૪), આ.પો.કો. સોમાભાઈ બચુભાઈ (બ.નં. ૨૨૨), અ.પો.કો. જયેન્દ્રસિંહ ભુરાભાઇ (બ.નં. ૮૭૦) તથા અ.પો.કો. કીરપાલસિંહ કહળસિંહ (બ.નં. ૧૦૨૬) જોડાણ ધરાવતા હતા.