ઉનાના ગરાળમાં ડિગ્રી વિના દવાખાનું ચલાવતા ૨ બોગસ ડોક્ટર ઝડપાયા: SOG અને મેડિકલ ઓફિસરની કાર્યવાહી

ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે દરોડો પાડી રૂ. 3,764નો એલોપેથીક દવાઓ અને સાધનોનો જથ્થો જપ્ત કરાયો

by Bansari Bhavsar

​ગીર સોમનાથ:

ઉના તાલુકાના ગરાળ ગામમાં કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બે બોગસ ડોક્ટરોને ગીર સોમનાથ એસ.ઓ.જી. (SOG) ટીમે ઝડપી પાડ્યા છે.

​દરોડાની વિગત

​ગીર સોમનાથ SOGના ઇન્ચાર્જ પી.આઈ. એમ. કે. વણારકા તથા પી.એસ.આઈ. એસ. જે. સોલંકીની આગેવાની હેઠળની ટીમે સ્થાનિક મેડિકલ ઓફિસરને સાથે રાખી ગરાળ ગામમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન બે શખ્સો કોઈપણ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ગ્રામજનોને એલોપેથીક દવાઓ આપી સારવાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

​ઝડપાયેલા આરોપીઓ:

​રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા

​ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા

​રૂ. 3,764નો મુદ્દામાલ જપ્ત

​પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથીક એન્ટિબાયોટિક્સ, ઈંજેક્શન, સીરપ તથા તબીબી તપાસ માટે વપરાતા સાધનો સહિત કુલ ૧૭ જેટલી સામગ્રી મળીને રૂ. 3,764નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​બંને શખ્સો સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ઉના પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુના નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts