દસક્રોઈમાં એલસીબીના દરોડા: જુગારના અડ્ડા પર પોલીસનું ત્રાટકવું, ૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ જ અનુસંધાને, અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે બાતમીના આધારે દસક્રોઈ વિસ્તારમાંથી જુગારનો એક મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

​ચોક્કસ બાતમીના આધારે દરોડો

​પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટની સૂચનાઓ અનુસાર, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર વી.એ. હરકટ અને તેમની ટીમ દારૂ-જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ભરતસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા અને હરપાલસિંહ નકુમને સંયુક્ત બાતમી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે ઓડ ગામની સીમ (તા. દસક્રોઈ) ખાતે કેટલાક શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે.

​આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

​પકડાયેલા આરોપીઓ

​દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:

૧. ગોવિંદભાઈ અમરતભાઈ ઠાકોર (રહે. પીપળજ ગામ, ઠાકોર વાસ, તા. સીટી, અમદાવાદ)

૨. વિશ્વરાજસિંહ બળદેવસિંહ વાઘેલા (રહે. દરબાર વાસ, ઓડ ગામ, તા. દસક્રોઈ, જી. અમદાવાદ)

૩. બબલુસીંગ રામવિરસીંગ તોમર (રહે. ટી/૧૧, પુષ્પક સીટી, હાથીજણ, અમદાવાદ)

​જપ્ત કરાયેલ મુદ્દામાલ

​પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ. ૨,૪૩,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મુખ્યત્વે રૂ. ૨૮,૬૫૦/- ની રોકડ રકમનો સમાવેશ થાય છે. આ સાથે વાહનો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.

​સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા, પો.સબ ઇન્સ. વી.એ. હરકટ તેમજ એ.એસ.આઈ. ભરતસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા, શૈલેષભાઈ દેસાઈ અને હરપાલસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​

Related Posts