માધવપુરા પોલીસની કાર્યવાહી: રઘુનાથ પુરોહિત ગાર્ડનમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા, રૂ. ૧૦,૧૩૦નો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે પ્રોહિબિશન અને જુગારના અડ્ડાઓ પર ત્રાટકવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે માધવપુરા પોલીસે સફળ કામગીરી કરી છે. માધવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી પાડ્યા છે.

​ગુપ્ત બાતમીના આધારે દરોડો

​માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ.એન. ઘાસુરા અને સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એ.એમ. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. અમિતસિંહ અને હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાપુર દરવાજા બહાર આવેલા રઘુનાથ પુરોહિત ગાર્ડનની અંદર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા-ટીંચાનો જુગાર રમી રહ્યા છે.

​બાતમીવાળી જગ્યાએ પોલીસે અચાનક દરોડો પાડતા જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરી ૬ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

​જપ્ત કરાયેલો મુદ્દામાલ

​પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

​રોકડ રકમ: અંગજડતી અને દાવ પરથી મળી કુલ રૂ. ૧૦,૧૩૦/-

​અન્ય વસ્તુ: ગંજીપાના નંગ-૫૨

​ઝડપાયેલા આરોપીઓની વિગત

​પકડાયેલા તમામ શખ્સો મજૂરી કામ સાથે સંકળાયેલા છે અને માધવપુરા વિસ્તારના જ રહેવાસી છે:

​દિલીપસિંહ ઈશ્વરસિંહ રાઠોડ (ઉ.વ. ૪૯, રહે. બારડોલપુરા)

​મનોજભાઈ જયંતિલાલ દેસાઈ (ઉ.વ. ૫૦, રહે. પ્રેમ દરવાજા)

​મેહુલ રાજેશભાઈ હડીયલ (ઉ.વ. ૨૫, રહે. પ્રેમ દરવાજા)

​સુધીર લક્ષ્મણભાઈ દેસાઈ (ઉ.વ. ૪૧, રહે. પ્રેમ દરવાજા)

​સાહિલ જગદીશભાઈ હડીયલ (ઉ.વ. ૨૫, રહે. દરિયાપુર દરવાજા)

​રવી મોહનભાઈ પરમાર (ઉ.વ. ૩૪, રહે. દરિયાપુર દરવાજા)

​પોલીસ ટીમની કામગીરી

​આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. અરવિંદકુમાર, હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ, કૌશિકકુમાર, હિરેનભાઈ, તેમજ કોન્સ્ટેબલ સુભાષસિંહ, પ્રતિકકુમાર, વિશાલકુમાર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts