અમદાવાદ: બોડકદેવમાંથી ₹૭૫,૨૦૦ ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, બોડકદેવ ANTF ટીમની મોટી કાર્યવાહી

by Bansari Bhavsar

​અમદાવાદ શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલા ‘DRUGS FREE AHMEDABAD’ અને ‘ZERO TOLERANCE POLICY’ અભિયાન અંતર્ગત બોડકદેવ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે.

​બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. ખાંભલાની સૂચનાથી એન્ટી નાર્કોટીક્સ સેલ (NDPS) ની ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી છે.

​મુખ્ય બાબતો:

​આરોપીનું નામ: અબજલ ઉર્ફે અબ્દુલ ઇસ્માઈલભાઈ વોરા (ઉંમર ૩૮ વર્ષ, રહે. સરખેજ, અમદાવાદ).

​મિલકત/જથ્થો જપ્ત:

​૧ કિલો ૫૦૪ ગ્રામ ગેરકાયદેસર ગાંજો (કિંમત ₹૭૫,૨૦૦/-)

​એક ઓટોરીક્ષા (કિંમત ₹૮૦,૦૦૦/-)

​૧ મોબાઇલ ફોન (કિંમત ₹૩,૦૦૦/-)

​કાયદેસરની કાર્યવાહી: બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(બી) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts