અમદાવાદ: એરપોર્ટ પોલીસની કાર્યવાહી; સાબરમતી નદીના પટમાંથી ૩ લાખ રૂપિયાનો દેશી દારૂનો કચરો (વોશ) ઝડપાયો, ૧૨,૦૦૦ લીટર વોશનો સ્થળ પર જ નાશ કરાયો

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૨) જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર અતુલકુમાર બંસલ, મ.પો.કમિ. રીના રાઠવા તથા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પોલીસે પ્રોહીબીશન પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી છે.

​એરપોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. પી.જી. ચાવડા તથા તેમની ટીમ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.કો. સુરેન્દ્રસિંહ અને પો.કો. વિક્રમસિંહને ખાનગી બાતમી મળી હતી કે, કદમ બંગલોઝની પાછળ ખુલ્લી જગ્યામાં છોડી દીવાલની અંદર નદીના પટમાં જાહેર જગ્યા પર દેશી દારૂ ગાળવાનો વોશ પડેલો છે. દારૂ ગાળનાર ઈસમ આ વોશને સગેવગે કરે તે પહેલાં જ પોલીસે દરોડો પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

​આ મામલે પોલીસે ભાટ ગામના રહીશ આનંદ ગણેશજી ઠાકોર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધ પ્રોહી એક્ટ કલમ ૬૫(બી),(સી),(એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ પોલીસ પકડથી બહાર છે.

​જપ્ત કરાયેલ તથા નાશ કરાયેલ મુદ્દામાલ:

​કાચો વોશ: ૧૨,૦૦૦ લીટર કિંમત રૂ. ૩,૦૦૦,૦૦/- (સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો).

​પતરાના પીપ: ૦૭ નંગ (કિંમત રૂ. ૭,૦૦૦/-).

​પ્લાસ્ટિકના મેણીયા: ૦૫ નંગ (કિંમત રૂ. ૦૦/-).

​રબરની પાઇપ: ૦૨ નંગ (કિંમત રૂ. ૦૦/-).

​દેશી દારૂ: ૭૫૦ મીલી સીલબંધ બોટલ (કિંમત રૂ. ૦/૦-).

​કુલ મુદ્દામાલ: રૂ. ૩,૦૭,૦૦૦/-

​આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

આરોપી આનંદ ગણેશજી ઠાકોર અગાઉ પણ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૬માં તેમજ અડાલજ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા વિવિધ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલો છે.

​સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ:

પો.સ.ઈ. પી.જી. ચાવડા, હે.કો. ગીરીશભાઈ કોદરભાઈ, હે.કો. યોગેશકુમાર કાંતીલાલ, પો.કો. પવનકુમાર પુનમભાઈ, પો.કો. સુરેન્દ્રસિંહ અમૃતસિંહ, પો.કો. વિક્રમસિંહ રાણસિંહ, પો.કો. ધનરાજસિંહ વિજયસિંહ અને પો.કો. હાર્દિકકુમાર કોદરભાઈ.

Related Posts