અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલપંપ પર થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે કુખ્યાત આરોપીઓને અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીના ૨,૦૦૦/- રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.
ઘટનાની વિગત
અમદાવાદ શહેર વિસ્તારમાં ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના વિરસદ ગામ પાસે આવેલ ભારત પેટ્રોલપંપ પર થયેલી ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સો વટવા રાધેપાર્ક ખુલ્લા મેદાનમાં ઉપસ્થિત છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે આરોપીઓને પકડી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી બાદ, વધુ તપાસ અર્થે તેમને આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની માહિતી
૧. મહેબુબ ઉર્ફે બાબુ સ/ઓ ચાંદભાઈ શેખ (ઉ.વ. ૩૪)
સરનામું: કુત્બી મહોલ્લા, છાપરામાં, કુત્બ આલમ દરગાહ રોડ, વટવા, અમદાવાદ શહેર.
૨. ઝાકીર હુસૈન સાબીર હુસૈન શેખ (ઉ.વ. ૩૩)
સરનામું: સમરાનભાઈના મકાનમાં, રોશની પાર્ક, દયારામ, નારોલ-વટવા રોડ, વટવા, અમદાવાદ શહેર.
જપ્ત કરાયેલ મુદ્દામાલ અને ગુનાની નોંધ
રિકવર કરેલ મુદ્દામાલ: કુલ રોકડા રૂ. ૩૨,૦૦૦/-
શોધાયેલ ગુનો: આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૫૦૩૯૨૬૦૩૦૭/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ નોંધાયેલ છે.