અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૨), નાયબ પોલીસ કમિશનર (ઝોન-૪) તેમજ મ.પો. કમિશનર (જી ડીવિઝન) દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના આધારે નરોડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે નરોડા પાટીયા વિસ્તારમાંથી રૂ. ૨,૫૨,૫૦૦.૪૯/– ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરી છે.
ખાનગી બાતમીના આધારે દરોડો
મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પો.ઇન્સ. બી.એમ.કાતરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વી.આર. ચૌધરી, મ.સ.ઇ. મોતીભાઈ તળજાભાઈ તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન સિનિયર પો.ઇન્સ. બી.એમ.કાતરીયાને ટેલિફોનિક બાતમી મળી હતી કે, નરોડા પાટીયા પાસે આવેલા પંડિતની ચાલીના એક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે પંડિતની ચાલી સ્થિત ઉસ્માનભાઈ શેખના મકાનમાં દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલ આરોપીની વિગત:
નામ-સરનામું: મોહમંદ રફીક સાજીદ/અબ્દુલ મહંમદભાઈ બાબુભાઈ જાતે શેખ (ઉંમર વર્ષ ૩૭)
ધંધો: મજુરી
રહેવાસી: પંડિતની ચાલી, એચ મ.ન. ૧૨૬,૧૨૭, ઉસ્માનભાઈ શેખના મકાનમાં, પાટીયા, નરોડા, અમદાવાદ શહેર
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
પોલીસે ઘટનાસ્થળેથી વગર પાસ-પરમિટે ગેરકાયદેસર રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કાચની બોટલો, પ્લાસ્ટિકના ક્વાર્ટર અને બીયરની બોટલો સહિત કુલ ૮૯૨ નંગ દારૂ (કિંમત રૂ. ૨,૫૨,૫૦૦.૪૯/-) કબજે કર્યો છે.
પોલીસે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં સિનિયર પો.ઇન્સ. બી.એમ.કાતરીયા, પો.સ.ઇ. વી.આર.ચૌધરી, મ.સ.ઇ. મોતીભાઈ તળજાભાઈ, અ.હે.કો. મહેશભાઈ લાભુભાઈ, અ.હે.કો. હરપાલસિંહ રણવીરસિંહ, અ.પો.કો. અગજીભાઈ વશરામભાઈ, અ.પો.કો. કિરણસિંહ ગોપાલસિંહ તથા વુ.પો.કો. વીણાબેન ડાહ્યાભાઈ જોડાયા હતા.