​અમદાવાદમાં ગરબાના નકલી પાસ અને ઇન્સ્ટાગ્રામ પર ઠગાઈ કરનાર બે ઝડપાયા, સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી!

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેરમાં નવરાત્રીના ગરબાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેર સહિત વિવિધ સ્થળોએ આયોજિત ૨૫ જેટલા જાણીતા ગરબાના નામ અને લોગોનો અનધિકૃત ઉપયોગ કરી આ પ્રકરણમાં પોલીસે રાજસ્થાનથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

​ઘટનાની વિગત:

​આયોજકોના સત્તાવાર ઈ-મેઈલ આઈડીને મળતાં આવતાં નકલી ઈ-મેઈલ આઈડી બનાવી અને “વીર રાજપૂત” (veer.rajjputtt) નામની ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે ડિસ્કાઉન્ટમાં ગરબાના પાસ વેચવાની લાલચ આપી નકલી ટિકિટો દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.

​આ મામલે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. ૧૬/૧૦/૨૦૨૬ના રોજ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો.

​રાજસ્થાનથી આરોપીઓની ધરપકડ:

​ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રાજસ્થાનના સીકર પાસેથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે:

​વીરેન્દ્રસિંહ ભંવરસિંહ રાજપૂત (ઉં.વ. ૨૧, રહે. બાલાજી નગર, જોધપુર)

​કિશનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ (ઉં.વ. ૨૨, રહે. ખેરાબગોડિયા ગામ, તા. દેચુ, જિ. ફલોદી, રાજસ્થાન)

​ઝેડપાયેલા શખ્સોમાં “વીર રાજપૂત” નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર અને તેનું સંચાલન કરનાર મુખ્ય આરોપી પણ સામેલ છે.

​નોંધ: આ સમગ્ર પ્રકરણ અંગેની વધુ ઊંડાણપૂર્વકની અને સવિગત માહિતી આવતીકાલે તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ યોજાનાર પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.

 

Related Posts