અમદાવાદ શહેરમાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર તથા સેક્ટર-૨ ના અધિક પોલીસ કમિશનર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૬ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. બ્રહ્મભટ્ટ તથા તેમની ટીમ ઝોન-૬ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન LCB ના સ્ટાફના સુરજ ભરતભાઈ અને ઇમરાનખાન ઇમામખાનને સંયુક્ત બાતમી મળી હતી કે, હ્યુંડાઇ ક્રેટા ફોર વ્હીલ ગાડી (નંબર: GJ 08 DJ 9115) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મણિનગર ઝગડિયા બ્રીજ પાસે રોડ પર જાહેર જગ્યાએ વોચ ગોઠવી હતી.
પકડાયેલા આરોપીઓ:
પોલીસે શંકાસ્પદ વાહન અને શખ્સોની તપાસ કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા:
૧. સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો મનસુખભાઇ વાઘેલા (ઉ.વ. ૨૨, રહે. વાસુદેવ ધનજીની ચાલી, ગીતામંદિર સામે, કાગડાપીઠ, અમદાવાદ)
૨. ધ્રુવ ઉર્ફે ધુલીયો વિનયભાઇ પરમાર (ઉ.વ. ૨૨, રહે. લક્ષ્મીપુરાની ચાલી, ગીતામંદિર પાસે, કાગડાપીઠ, અમદાવાદ)
કબજે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત: રૂ. ૧૭,૩૧,૩૬૧/-):
વિદેશી દારૂ/બિયરનો જથ્થો: કાચની બોટલો, ક્વાટર તથા બિયર ટીન મળી કુલ ૨,૧૮૩ નંગ (કિંમત: રૂ. ૩,૭૪,૩૫૧/-)
વાહન: હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (નંબર: GJ 08 DJ 9115) (કિંમત: રૂ. ૧૨,૦૦,૦૦૦/-)
મોબાઇલ ફોન: ૩ નંગ (આઇફોન, ઓપો તથા વિવો) (કિંમત: રૂ. ૧,૫૭,૦૦૦/-)
આ મામલે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૨૮૦/૨૦૨૬ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ અને ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોન્ટેડ આરોપીઓ અને અન્ય ગુનાઓ:
આ કેસમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર વિવેકસિંહ ઉર્ફે બાપુ (રહે. શામળાજી, રાજસ્થાન બોર્ડર) તેમજ દારૂ મંગાવનાર અન્ય શખ્સો સુજલ, રાહુલ, યોગેશ રાજપૂત અને પાર્થ ધનજીભાઇ વાઘેલા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પકડાયેલ આરોપી સાહિલ વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ પ્રોહીબિશન કલમ હેઠળનો ગુનો નોંધાયેલ હોઈ, તે ગુનામાં પણ તેની ધરપકડ કરવાની બાકી છે.
આ સફળ કામગીરી LCB ઝોન-૬ ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.