ગોદરેજ ગાર્ડનસીટીમાંથી 5.22 લાખનો દારૂ ઝડપાયો: ચાંદખેડા પોલીસે 719 બોટલ અને ઈક્કો કાર સાથે 3 આરોપીને દબોચ્યા

by Bansari Bhavsar

​અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને ગોદરેજ ગાર્ડનસીટી વિસ્તારમાં દારૂની હેરાફેરી થવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

Watch video

​આ દરોડામાં, પોલીસે એક ઈક્કો ગાડી અને એક ફ્લેટમાંથી મોટી સંખ્યામાં દારૂની બોટલો અને બિયર ટીન પકડી પાડ્યા. કુલ ૭૧૯ નંગ દારૂનો જથ્થો મળ્યો હતો. તેની કિંમત રૂ. ૨,૭૨,૧૪૦/- છે. આ ઉપરાંત, દારૂ લાવવા માટે વપરાયેલી ઈક્કો ગાડીની કિંમત પણ રૂ. ૨,૫૦,૦૦૦/- છે. આમ, પોલીસે કુલ રૂ. ૫,૨૨,૧૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​પોલીસે આ કેસમાં ત્રણ લોકોને પકડ્યા છે. જેમાં સુભાષ પટેલ, લક્ષ્મણ ડામોર અને જાનવી બારોટનો સમાવેશ થાય છે. આ ત્રણેય ભેગા મળીને આ દારૂનો જથ્થો ફ્લેટમાં પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ કરી રહી છે.

​ચાંદખેડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સપેક્ટર એન.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ સફળતાથી દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

Related Posts