વડોદરા પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર: ૨૫ પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી અને નિમણૂંકના હુકમ

by Bansari Bhavsar

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વહીવટી કારણોસર અને જાહેર હિતમાં પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશો અનુસાર, કુલ ૨૫ બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટરો (PI) ની નિમણૂંક અને બદલી કરવામાં આવી છે.

નવી નિમણૂંકો અને બદલીઓની વિગત

ગુજરાતના પોલીસ મહાનિદેશક (DG & IG) ના અગાઉના આદેશોને ધ્યાનમાં રાખીને, અન્ય જિલ્લા કે એકમોમાંથી વડોદરા ખાતે બદલી પામેલા અને હાલમાં ‘કંટ્રોલ રિઝર્વ’ માં રહેલા અધિકારીઓને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.

Whatsapp Scan 4 April 2026 at 220653_260405_140848

મુખ્ય નિમણૂંકો આ મુજબ છે:

* કારેલીબાગ પો.સ્ટે.: શ્રી ડી.એન.ચુડાસમા (1st PI) અને શ્રી કે.એ.ચૌધરી (2nd PI)

* પાણીગેટ પો.સ્ટે: શ્રી કે.જી.ચાવાડા (2nd PI)

* માંજલપુર પો.સ્ટે.: શ્રી ડી.જી.પટેલ (1st PI)

* સયાજીગંજ પો.સ્ટે.: શ્રી દિપ્તી ગમારા (2nd PI)

* રાવપુરા પો.સ્ટે.: શ્રી ડી.જે.પટેલ (1st PI)

* DCB (ક્રાઈમ બ્રાન્ચ): શ્રી એસ.એન.ગામેતી, શ્રી ડી.જે.ચુડાસમા અને શ્રી આર.એસ.ગોહીલની અનુક્રમે 1st, 2nd અને 3rd PI તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

* અન્ય મહત્વની શાખાઓ: સાયબર ક્રાઈમમાં શ્રી એ.એમ.પરમાર, SOG માં શ્રી બી.ડી. જીતીયા અને PCB માં શ્રી જે.આર.ગામીતની નિમણૂંક કરાઈ છે.

વહીવટી બદલીઓ

નિમણૂંકોની સાથે બે અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે:

૧. શ્રી બી.બી.કોડીયાતર: સમા પોલીસ સ્ટેશનથી બદલી કરીને તેમને Jt.CP રીડર (સેક્ટર-૨ અને ક્રાઈમ) તરીકે મુકવામાં આવ્યા છે. ૨. શ્રી એ.એમ.વાઘેલા: નંદેસરી પોલીસ સ્ટેશનથી તેમની બદલી કરી ‘લીવ રિઝર્વ કંટ્રોલ’ માં મુકવામાં આવ્યા છે.

તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવો ચાર્જ સંભાળી તે અંગેની જાણ પોલીસ કમિશનર કચેરીને કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ મોટા ફેરબદલથી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાય છે.

 

Related Posts