​દેત્રોજ પોલીસની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર દેશી તમંચા અને કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દેત્રોજ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક શખ્સને ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

​મુખ્ય વિગતો:

​અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક શ્રી તપન ડોડીયાના માર્ગદર્શન હેઠળ દેત્રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. ગઢવી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી વોચ રાખવામાં આવી રહી હતી.

​કેવી રીતે પકડાયો આરોપી?

​દેત્રોજ પોલીસ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ કોન્સેટબલ વનરાજસિંહ બળવંતસિંહ (બ.નં. ૮૭૫) ને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે દેત્રોજ પાયલ ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.

​ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ:

​આરોપીનું નામ: દિગ્વિજયસિંહ ઉર્ફે બોળસંગ ભુપતસિંહ સોલંકી

​રહેઠાણ: મૂળ રહે. કુકવાવ, તા. દેત્રોજ (હાલ રહે. ગાયત્રીનગર, કલોલ)

​ઝડપાયેલ મુદ્દામાલ: ૧ દેશી હાથ બનાવટી તમંચો અને ૨ નંગ જીવતા કારતૂસ.

​પોલીસ કાર્યવાહી: > પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પૂર્વે હથિયાર સાથે શખ્સને ઝડપી પાડી દેત્રોજ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.

Related Posts