અમરેલી: ખાંભામાં હનીટ્રેપનો શખ્સ ‘નકલી પોલીસ’ બનીને ફરતો ઝડપાયો, કારના સ્ટેરિંગમાંથી મળ્યું ડુપ્લીકેટ આઈકાર્ડ

by Bansari Bhavsar

Report : Ashishdan Gadhavi

અમરેલી:

અમરેલી જિલ્લાની ખાંભા પોલીસે એક મોટી સફળતા મેળવતા હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા અને નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભાવનગર જિલ્લાના જેસરનો વતની ચિરાગ જાદવ શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને આંતર્યો હતો.

Video click here

​કારના સ્ટેરિંગમાં બનાવેલું હતું ગુપ્ત ખાનું

​પોલીસે જ્યારે ચિરાગની કારની તલાશી લીધી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. આરોપીએ કારના સ્ટેરિંગમાં એક અત્યંત સુરક્ષિત અને છૂપું ખાનું બનાવ્યું હતું. આ ખાનામાંથી પોલીસની વર્દી વાળું એક નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડનો ઉપયોગ કરીને તે લોકો પર રોફ જમાવતો હતો.

​અમદાવાદમાં હનીટ્રેપનો છે આરોપી

​ધારી ડિવિઝનના ASP જયવીર ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી ચિરાગ જાદવ અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારમાં હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલો છે. તેણે હનીટ્રેપ દ્વારા એક ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

​દારૂની બોટલો પણ મળી

​તલાશી દરમિયાન પોલીસને તેની પાસેથી વિદેશી દારૂની 6 બોટલ પણ મળી આવી છે. હાલ પોલીસે ડુપ્લીકેટ આઈકાર્ડ, દારૂ અને કાર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસલી પોલીસે નકલી પોલીસ બનીને ફરતા આ શખ્સનો ખેલ ખતમ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Related Posts