અમદાવાદ: નારોલ પોલીસે ₹૧.૫૦ લાખના ગાંજા સાથે બે આરોપીઓને ઓટો રિક્ષામાંથી ઝડપી પાડ્યા

by Bansari Bhavsar

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૨) અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-૬) તરફથી નાર્કોટિક્સ (NDPS) પ્રવૃત્તિઓ પર લગામ કસવા આપેલા નિર્દેશોના આધારે નારોલ પોલીસ સ્ટેશનની ટીમે એક સફળ કામગીરી પાર પાડી છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે ૨ કિલો ૧૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ૨ ઇસમોને ઝડપી લીધા છે.
​ખાાનગી બાતમીના આધારે દરોડો
​નારોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવત સાહેબના સીધા સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નાગજીભાઇ કિરીટભાઇને મળેલી ખાનગી બાતમીના આધારે નારોલ સર્કલ પાસે આવેલા એ.એમ.ટી.એસ. (AMTS) બસ સ્ટોપ નજીક જાહેર રોડ પરથી ઓટો રિક્ષા નં. GJ-27-WA-5996 ને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

https://www.instagram.com/reel/DbS3URiNTrh/?igsh=cHR1aHpra2h0NXF1
​ઝડપાયેલા આરોપીઓ
​પોલીસ તપાસ દરમિયાન ઓટો રિક્ષામાંથી બે શખ્સો ઝડપાયા હતા:
​રીયાજુદ્દીન ખુદાબક્ષ કાઝી (ઉંમર: ૫૩ વર્ષ, રહે. ૧૦૫, સુફીયાન ફ્લેટ, ચાંદની ફ્લેટ પાસે, ફતેવાડી કેનાલ, અમદાવાદ).
​સમીર ઉર્ફે પાંગો સલીમભાઇ શેખ (ઉંમર: ૨૬ વર્ષ, રહે. મ.નં-૭૩, ઝિન્નત રેસીડેન્સી, ફતેવાડી કેનાલ, અમદાવાદ).
​₹૧.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
​પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:
​વનસ્પતિ જન્ય ગાંજો: ૨ કિલો ૧૦ ગ્રામ (કિંમત રૂ. ૧,૦૦,૫૦૦/-)
​સી.એન.જી. ઓટો રિક્ષા: (કિંમત રૂ. ૫૦,૦૦૦/-)
​મોબાઇલ ફોન (૨ નંગ): (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)
​પોલીસે કુલ રૂ. ૧,૫૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​સરાહનીય કામગીરી કરનાર ટીમ
​આ સફળ કામગીરી નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવત, પી.એસ.આઇ. એમ.વી. લુવા (સર્વેલન્સ સ્ક્વોડ), એ.એસ.આઇ. નાગજીભાઇ કિરીટભાઇ, પી.સી. વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ અને પી.સી. શક્તિસિંહ દિલીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

Related Posts