અમદાવાદ શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલા ‘DRUGS FREE AHMEDABAD’ અને ‘ZERO TOLERANCE POLICY’ અભિયાન અંતર્ગત બોડકદેવ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે.
બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. ખાંભલાની સૂચનાથી એન્ટી નાર્કોટીક્સ સેલ (NDPS) ની ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી છે.
મુખ્ય બાબતો:
આરોપીનું નામ: અબજલ ઉર્ફે અબ્દુલ ઇસ્માઈલભાઈ વોરા (ઉંમર ૩૮ વર્ષ, રહે. સરખેજ, અમદાવાદ).
મિલકત/જથ્થો જપ્ત:
૧ કિલો ૫૦૪ ગ્રામ ગેરકાયદેસર ગાંજો (કિંમત ₹૭૫,૨૦૦/-)
એક ઓટોરીક્ષા (કિંમત ₹૮૦,૦૦૦/-)
૧ મોબાઇલ ફોન (કિંમત ₹૩,૦૦૦/-)
કાયદેસરની કાર્યવાહી: બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨)(બી) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.