અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી ૧૧૧ ગ્રામ ગાંજા તથા અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો, મેઘાણીનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

by Bansari Bhavsar

​અમદાવાદ:

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને ૧૧૧ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૫૭,૦૦૦નો ક કુલ મુદ્દામાલ કબ્જે કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​બાતમીના આધારે હાથ ધરાયેલું ઓપરેશન

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. (NDPS) ના ગુનાઓ રોકવા માટે સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદાર તરફથી મળેલી માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને લઘધીરસિંહ જામભા ઝાલા (ઉં.વ. ૪૪, રહે. રણાણ ગામ, તા. ડભોડા, જી. ગાંધીનગર; મૂળ રહે. બલોલ, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર) નામના ઇસમની કબ્જા-ભોગવટામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

​જપ્ત કરાયેલો મુદ્દામાલ:

​ગાંજો: ૧૧૧ ગ્રામ (કિંમત રૂ. ૫,૫૦૦/-)

​મોબાઇલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)

​એક્ટિવા સ્કૂટર: ૧ નંગ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-)

​રોકડ રકમ: રૂ. ૧,૫૦૦/-

​કુલ મુદ્દામાલ: રૂ. ૫૭,૦૦૦/-

​અજ્ઞાત મહિલા સામે પણ ગુનો દાખલ

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો છારાનાગર ખાતે રહેતી એક અજ્ઞાત મહિલા પાસેથી મેળવવામાં આવ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) અને ૨૯ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.

Related Posts