દહેગામમાં બુટલેગરોનો બેફામ ‘વટ’, શું હવે સત્તાના જોરે ચાલશે દારૂનો વેપલો?

by Bansari Bhavsar

દહેગામ: ગાંધીનગરના દહેગામમાં ‘ન્યૂઝ ઇનસાઇડ’ની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, તે ગુજરાતમાં દારૂબંધીના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. દહેગામના જાણીતા બુટલેગરોના પરિવારના સભ્યોને રાજકીય ટિકિટ મળવાની ચર્ચાઓ વચ્ચે જ્યારે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી હતી.

Click here for watch video

​ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યાં-ક્યાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ?

​તપાસ દરમિયાન દહેગામના અલગ-અલગ વિસ્તારોમાં કોઈ પણ ડર વગર અંગ્રેજી દારૂનું વેચાણ થતું જોવા મળ્યું:

​સેવા સદન પાછળ: સરકારી કચેરીની બિલકુલ પાછળ ‘ભાભી’ તરીકે ઓળખાતા શખ્સ દ્વારા અંગ્રેજી દારૂનું વેચાણ.

​મહાકાલી પાન પાર્લર પાસે: દીપસિંહ નામનો બુટલેગર બેરોકટોક દારૂ વેચી રહ્યો છે.

​ઝાંક ગામ: અબ્દુલ નામનો શખ્સ અંગ્રેજી દારૂનો અડ્ડો ચલાવે છે.

​હોમ ડિલિવરી: રાકેશ નામનો શખ્સ બાઇક પર આખા દહેગામમાં દારૂની હોમ ડિલિવરી કરી રહ્યો છે.

​વરલી મટકા: બસ સ્ટેન્ડની સામે પ્રભાતસિંહ દ્વારા પાકી ચિઠ્ઠીનો વરલી મટકાનો જુગાર રમાડવામાં આવે છે.

​બુટલેગર, રાજકારણ અને ટિકિટનું કનેક્શન

​સૌથી મોટો સવાલ એ છે કે શું દહેગામના નામી બુટલેગરના પરિવારને ભાજપ તરફથી ટિકિટ મળી છે? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૂરદીપસિંહ નામના જાણીતા બુટલેગરના પરિવાર સાથે જોડાયેલા ઈલાબેન ઝાલા (જયદીપસિંહના પત્ની) ને ટિકિટ મળી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

​સ્થાનિક ચર્ચાઓ મુજબ, સૂરદીપસિંહ અને જયદીપસિંહના માતા-ભાભી પણ આ દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા હોવાનું કહેવાય છે. જનતામાં ફફડાટ છે કે જો બુટલેગરના ટેકાવાળા ઉમેદવાર જીતશે, તો શું દહેગામમાં દારૂની નદીઓ વહેશે?

​પોલીસની ભૂમિકા સામે સવાલો

​ન્યૂઝ ઇનસાઇડના સ્ટિંગ ઓપરેશનમાં જોવા મળ્યું કે પ્રજા બુટલેગરો અને પોલીસના ડરથી કેમેરા સામે બોલવા તૈયાર નથી.

​”જો બુટલેગર જ નેતા બનશે, તો પોલીસ શું કરશે? અત્યારે પણ જે ‘મીઠી મલાઈ’ ના આશિક વહીવટદારો અને પોલીસ અધિકારીઓ હપ્તા લે છે, શું તેમના આશીર્વાદથી જ આ રામરાજ્યના બદલે ‘દારૂરાજ્ય’ ચાલી રહ્યું છે?” – સ્થાનિકોમાં થતી ચર્ચા

​મોટા સવાલો જેનો જવાબ જનતા ઈચ્છે છે:

​સમગ્ર દહેગામમાં દારૂનો જથ્થો (મુદ્દામાલ) સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર કોણ છે?

​દારૂનું કટિંગ કયા સુરક્ષિત સ્થળે થાય છે?

​પોલીસ ખાતાના કયા કયા અધિકારીઓ આ ગેરકાયદે વેપલામાં સામેલ છે?

​શું સત્તાધારી પક્ષ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોના પરિવારને ટિકિટ આપીને ‘સુખી પ્રજા’નું નિર્માણ કરશે?

​આ તમામ સવાલોના પુરાવા અને ચોંકાવનારા ખુલાસાઓ માટે જોતા રહો ‘ન્યૂઝ ઇનસાઇડ’ – પાર્ટ 2 ટૂંક સમયમાં…

Related Posts