અમદાવાદ: રામોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો; રૂ. 4,70,000/- રોકડા સાથે એક ઝડપાયો

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તેમજ સંલગ્ન અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. ઝોન-૫ ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

​બાતમીના આધારે સફળ દરોડો

​એલ.સી.બી. ઝોન-૫ ના પી.એસ.આઈ. કે.કે. જાડેજા તથા તેમની ટીમના પોલીસ કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રામોલ વિસ્તારમાં આવેલ ન્યુ મણીનગરના ‘સદ્ગુરુ સાંનિધ્ય ફ્લેટ’ ખાતે રહેતા કૃષિ મનોજભાઈ પટેલ (ઉં.વ. ૨૧) ને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ પાસેથી ઘરફોડ ચોરીના મુદ્દામાલમાંથી ₹ 4,70,000/- ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

​નોંધાયેલ ગુનો અને કાયદાકીય કાર્યવાહી

​પકડાયેલ આરોપી વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191024261274/2026, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(A), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુનો નોંધીને વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ ઓપરેશન પાર પાડવામાં એલ.સી.બી. ઝોન-૫ નાયબ પોલીસ કમિશનર તથા પી.એસ.આઈ. શ્રી કે.કે. જાડેજા અને તેમની સાથે જોડાયેલ પોલીસ કર્મચારીઓની ટીમ (જેમાં હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે) દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

Related Posts